તલાટીની પરીક્ષા માટે કરાઈ એસટી બસની વ્યવસ્થા! પરીક્ષાના દિવસે 4 હજાર જેટલી બસો દોડશે!


  • Published By :
  • Published Date : 2023-04-29 16:27:49

આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત પંચાયત પસંદગી પરીક્ષા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના દિવસ માટે 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે. અમદાવાદ શહેરના તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને કેન્દ્રના શહેર સુધી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. 


4 હજાર જેટલી બસોની કરાઈ વ્યવસ્થા!

સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. જે બાદ ટેટ-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને પરીક્ષાઓ સફળતા પૂર્ણ રીતે પાર પડી હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ત્યારે હવે આગામી 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાવાની છે. ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. 4 હજાર જેટલી બસો ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. 


અમદાવાદ ખાતે શરૂ કરાયું કંટ્રોલ રૂમ!

આ અંગે ગુજરાત એસટી નિગમના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભૂતકાળમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. તેવી જ રીતે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવા જઈ રહી છે. જેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજીત 8.50 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અંદાજે બે લાખ જેટલા ઉમેદવારો બસ સેવાનો લાભ લેવાના છે. તમામ મહાનગરો અને જિલ્લાઓમાંથી ઉમેદવારોને એસટી બસની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ ઓફિસ ખાતે ગુજરાત એસટી નિગમ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે