ST બસના ડ્રાઈવરે જોખમમાં મૂક્યા લોકોના જીવ! ચાલુ બસે મોબાઈલ ફોનમાં કરી વાત! મોબાઈલ પર વાત કરતા ડ્રાઈવરનો વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-06-02 16:13:34

ઘણા સમયથી એસટી બસના વીડિયો સામે આવી રહ્યા છે. એસટી વિભાગ ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એસટી બસમાં પાછળ બેઠેલા લોકો નીચે પડી જાય છે. તે સિવાય એક સમાચાર ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં બસ સ્ટેન્ડ પર ઉભી રહેવાની જગ્યાએ બેરિકેડ્સ તોડી સીધી પૂછપરછની બારી આગળ ઘૂસી ગઈ. ત્યારે ફરી એક વખત એસટી બસ ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે જેમાં ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ચાલુ બસે ફોન પર વાત કરી રહ્યા છે ડ્રાઈવર સાહેબ!        

એસ.ટી વિભાગનું સ્લોગન છે સલામત સવારી એસટી અમારી... પરંતુ અનેક વખત એસટી બસના એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે તેમના જ સ્લોગનને ખોટા સાબિત કરતા હોય છે. થોડા સમય પહેલા પણ એસટી બસનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત એસટી બસ ચર્ચામાં આવી છે. અનુમાન પ્રમાણે આ વીડિયો લુણાવાડાથી અમદાવાદ જતી બસનું હોવાનું માનવામાં આવી રહ્યો છે. બસના ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરની સાથે સાથે કંડક્ટર પણ ફોન પર વાત કરી રહ્યા છે. 


શું ડ્રાઈવર વિરૂદ્ધ કરવામાં આવશે કાર્યવાહી?  

ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુન્હો છે. અનેક લોકોએ આ વાતને લઈ દંડ પણ ભર્યો હશે. તે ઉપરાંત અકસ્માતોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બસ સ્પીડમાં જોવા મળી રહી છે. જો અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ? ચાલુ ગાડીએ ફોન પર વાત કરી ડ્રાઈવરે બસમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવને જોખમમાં મૂક્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે ડ્રાઈવર વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં?   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે