ST વિભાગના કર્મચારીઓએ PM Modiને લખ્યો પત્ર, પગાર વધારાથી વંચિત રખાતા કર્મચારીઓ નોંધાવી રહ્યા છે વિરોધ


  • Published By :
  • Published Date : 2023-11-04 15:13:19

થોડા સમય પહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી જેમાં તેમણે જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. એ આંદોલન તો હજી પૂર્ણ નથી થયું ત્યારે એસટી વિભાગના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે. ફિક્સ પેને લઈ વિરોધ કરી રહેલા એસટી વિભાગના કર્મચારીઓએ પીએમ મોદીને ચિઠ્ઠી લખી હતી અને પોતાની હૈયાફાળ ઠાલવી હતી. 

પીએમ મોદીને કર્મચારીઓએ લખી ચિઠ્ઠી 

રાજ્ય સરકાર દ્વારા 18 ઓક્ટોબરના રોજ વર્ગ ત્રણ તેમજ વર્ગ ચારના તમામ ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  પરંતુ આ પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યા છે તેનો વિરોધ એસટી વિભાગના કર્મચારીઓ કરી રહ્યા છે. એસટી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ યુનિયનને તેમજ સરકારને પોતાની રજૂઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં. ત્યારે પીએમ મોદીના શરણે એસટી વિભાગના કર્મચારીઓ ગયા છે. 


પગાર વધારાથી એસટી વિભાગના કર્મચારીઓને રખાયા બાકાત!

પગાર વધારો ન કરાતા એસટી વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે તેમની સાથે શા માટે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. શા માટે તેમને પગાર વધારામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એસટી બસનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે શું આ આંદોલન પણ જ્ઞાન સહાયક જેવું મોટું આંદોલન થશે?   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે