દિવાળીના તહેવારોનો પ્રારંભ, વાક્ બારસ કે વાઘ બારસ? જાણો આ દિવસે કોની થાય છે પૂજા?


  • Published By :
  • Published Date : 2024-10-29 13:10:08

દિવાળીના તહેવારનો અગિયારસથી પ્રારંભ થઈ જાય છે.. દિવાળીએ એવો તહેવાર છે જેની આપણે સૌ કોઈ રાહ જોતા હોઈએ છીએ.. નવા વર્ષે નવા સંકલ્પો લેતા હોઈએ છીએ.. રમા એકાદશીથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ જાય છે... આજે વાક બારસ છે જેને આપણે વાઘ બારસ તરીકે બોલીએ છીએ.. વાક્ એટલે વાણી.. વાણીની અધિષ્ઠાત્રી દેવી એવા માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.. વાસ્તવમાં આ તહેવારનું નામ છે વાક્ બારસ પરંતુ અપભ્રંશ થતા થતા આને વાઘ બારસ કહેવા લાગ્યા..


વાક્ નું અપભ્રંશ થતા થયું વાઘ બારસ 

આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે.. સરસ્વતી માતાને વાણીના દેવી કહેવામાં આવે છે.. વાક્ બારસના દિવસે માતા સરસ્વતીની આરાધના કરવામાં આવે છે.. ભાષા સમૃદ્ધ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે... બારસના દિવસે માતા સરસ્વતીની તેમજ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં  આવે છે.. આમ તો આ છે વાક્ બારસ પરંતુ ધીમે ધીમે તે વાઘ બારસ થઈ ગઈ. વાક્ શબ્દનો અપભ્રંશ થઈ વાઘ બારસ થયું.. 



હિંદુ ધર્મમાં ગાયને આપવામાં આવ્યું છે ઉચ્ચ સ્થાન

વાઘ બારસના દિવસે અનેક લોકો ગાય માતા અને વાછરડાની પૂજા કરે છે... ગૌ માતાને આપણી સંસ્કૃતિમાં ખૂબ મોટું સ્થાન આપવામાં આવ્યું છે.... ગાય માતામાં અનેક દેવી દેવતાઓનો વાસ રહેલો છે.. ગાય માતાની  પૂજા કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે તેવી માન્યતા છે.. એવી પણ માન્યતા છે કે આ દિવસે ક્ષીર સાગરમાંથી ગૌ માતા પ્રગટ થયા હતા.. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઈતિહાસ પ્રમાણે ભવિષ્ય પુરાણમાં ગોવત્સ દ્વાદશીની કથાનો ઉલ્લેખ છે. ગૌ માતા તેમજ વાછરડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે... આપ સૌને વાક્ બારસ (વાઘ બારસ)ની શુભકામના...


નોંધ - અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે