આંબેડકરનું પૂતળું હટાવવા મુદ્દે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પથ્થરમારો, પોલીસે એકની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-12 15:34:04

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું પુતળું હટાવવાના વિરોધમાં બબાલ થઈ ગઈ હતી. મામલો વણસતા ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગ ચાંદખેડા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાંદખેડાના દિલીપ તિવારી નામના એક દુકાનદારે 30 માર્ચે એક પિલર તોડી નાખ્યું હતું જેના પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવી હતી. 


સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીની જમીન પર આંબેડકરનું પૂતળું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશ અને દુકાનદાર દિલીપ તિવારીએ આ પૂતળાનો વિરોધ કરતા કહ્યું કે આ સોસાયટીની જમીન પર દબાણ છે. આ મુદ્દે સ્થાનિક નાગરિક સંસ્થાએ પણ પિલરને હટાવવા માટે નોટિસ આપી હતી. જો કે તેમ છતાં પણ આંબેડકરનું પૂતળું યથાવત રહેતા દિલીપ તિવારીએ તે પિલર તોડી નાખ્યું ત્યાર બાદ મામલો વણસ્યો હતો.


વીડિયો વાયરલ થતા હોબાળો થયો


ચાંડખેડા વિસ્તારના એક સ્થાનિક સામાજિક કાર્યકર, કેતુલ કાપડિયાએ કથિત રીતે આંબેડકરના પુતળાને તોડી પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો કર્યો હતો. ત્યાર બાદ સેંકડો લોકો એકઠા હતા થયા અને કથિત રીતે તિવારીની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. ચાંદખેડા પોલીસે કાપડિયા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સભા કરવા, નુકસાન પહોંચાડવા અને તોફાનો કરવા બદલ ફરિયાદ નોંધી હતી, કેતુલ કાપડિયાની ધરપકડ કરીને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે