Vadodaraના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા પર કરાયો પથ્થરમારો! પોલીસ કાફલો કરાયો તૈનાત


  • Published By :
  • Published Date : 2024-01-22 17:42:46

એક તરફ ભગવાન રામની ભક્તિમાં દેશ આખો લીન થયો છે તો બીજી તરફ ગુજરાતમાં શાંતિ ખોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. વડોદરાના ભોજ ગામમાં ભગવાન રામની શોભાયાત્રા દરમિયાન કેટલાંક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પથ્થમારા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. અસામાજીક તત્વો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 


ભોજ ગામમાં બની પથ્થરમારાની ઘટના!

ગઈકાલે મહેસાણાના ખેરાલુથી સમાચાર સામે આવ્યા કે રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગુજરાતની શાંતિને ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે આજે આવી ઘટના વડોદરાથી સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાં જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી તે વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામમાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલાને શાંત પાડવાની કોશિશ કરી, લોકોને સમજાવાની કોશિશ કરી હતી. પાદરાના પીઆઈ તડવીએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

શું હતી મહેસાણાની ઘટના?

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર પથ્થર મારો કર્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી છે. 

પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. અચાનક પથ્થરમારાની ઘટના સામે આવતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો શાંત પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. ત્યારે આજે ભગવાનની શોભાયાત્રા પર વડોદરામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.