AMCનો સપાટો, ત્રણ મહિનામાં 8121 રખડતા ઢોર પકડ્યા, 922 પશુમાલિકોને નોટિસ


  • Published By :
  • Published Date : 2023-11-30 20:52:34

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને  રખડતાં ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.  મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ટીમો બનાવી 1 સપ્ટેમ્બરથી સઘન ઝુંબેશ હાથ ધરીને ત્રણ મહિનામાં 8121 પશુઓ પકડ્યા છે.  તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. આજે મનપાની ઢોર પકડ ટીમ દ્વારા 76 ઢોર પકડવામાં આવ્યા છે. ગત ત્રણ મહિનામાં 28 હજાર કિલો ઘાસચારો જપ્ત કરીને 12 જેટલા ઘાસચારાના વેચાણની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પશુમાલિકોને 922 જેટલી નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. 


પરમીટ મેળવવા માટે 1070 અરજી મળી 

 

અમદાવાદમાં પશુઓ રાખવાનું લાયસન્સ / પરમીટ મેળવવા માટે સમગ્ર શહેરમાંથી કુલ 1070 જેટલી અરજી આવેલ જે પૈકી 123 જેટલા લાયસન્સ / પરમીટ ઇસ્યુ કરાયેલ છે તથા 309 જેટલી અરજીઓ પુરાવાના અભાવે રદ કરવામાં આવેલ છે.પશુ રજીસ્ટ્રેશન માટે કુલ 1148 અરજી મળેલ તથા 7742 જેટલા પશુઓનું રજીસ્ટ્રેશન આ સમયગાળામાં થયેલ છે. શહેરનાં 7 ઝોનના વિવિધ વિસ્તારોમાં પશુપાલકોએ રખડતાં મૂકલા પશુઓ પકડવામાં આવ્યા છે.


આ વર્ષે 13958 જેટલા પશુઓ પકડાયા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોન / વોર્ડ / વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા શહેરમાં ત્રણ શીફટમાં કામગીરીઓ કરી ચાલુ માસમાં 2340 થી વધારે પશુઓ પકડવાની, તથા ચાલુ વર્ષમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 13958 જેટલા પશુઓ પકડવામાં આવેલ તથા 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી વિવિધ કાયદેસરની કાર્યવાહીઓ પણ કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે