સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી મળશે પ્રવેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 15:25:12

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, અત્યાર સુધી જે-તે કોલેજ વિદ્યાર્થીઓને  પ્રવેશ આપતી હતી. તેમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે હવેથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં  વિદ્યાર્થીઓને કેન્દ્રીય પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટીથી કરાશે. તે ઉપરાંત પરીક્ષાના CCTV પણ હવે સત્તાધિશો અને મીડિયા જ નિહાળી શકશે.



સેન્ટ્રલાઈઝ એડમિશનથી હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે


અત્રે ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મળેલી સિન્ડિકેટની બેઠકમાં સેન્ટ્રલાઈઝ એડમિશન સહિતના મુદ્દે ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી હતી. ત્યાર બાદ તમામ સભ્યોએ નવા વર્ષથી તમામ કોલેજોમાં તમામ ફેકલ્ટીનો પ્રવેશ સેન્ટ્રલાઈઝ યુનિવર્સિટી કક્ષાએથી કરવા નિર્ણય લીધો હતો. સિન્ડિકેટના આ નિર્ણયથી હોંશિયાર વિદ્યાર્થીઓને ફાયદો થશે અને તેમને સરળતાથી પ્રવેશ મળી શકશે.


ABVPના કાર્યકરોએ ધમાલ મચાવી


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કર્યો હતો. જેમાં ભવનોમાં ઘટતી સંખ્યા બાબતે ગંભીર વિચારણા કરવામાં આવે, ટીચિંગની ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય, સાયન્સના ભવનો કે જ્યાં વધુ ફોર્મ ભરાય છે ત્યાં બેઠકો વધારો તેમજ લૉ કોલેજો કેટલી નિયમ મુજબ ચાલે છે તે સહિતના પ્રશ્નો પૂછાયા હતા. તદુપરાંત નોન ટીચિંગના કાયમી કર્મીમાંથી કોઈનું ચાલુ ફરજે અવસાન થાય અને પેન્શન યોજનામાં ન હોય તેવાને રૂ. 20 લાખ આપવામાં આવે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે