ઉર્ફી જાવેદના ટોપલેસ વીડિયો પર Sudhanshu Pandeyએ આપી પ્રતિક્રિયા, વીડિયોને ગણાવ્યો વાહિયાત


  • Published By :
  • Published Date : 2022-10-27 18:06:52

અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડાને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. પોતાના કપડા સાથે અનેક પ્રયોગો તે કરતી રહે છે. ત્યારે તેણે ચોંકાવનારી રીતે પોતાના ચાહકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. દિવાળી પર તેણે ટોપલેસ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો પર સુધાંશુ પાંડે પ્રતિક્રિયા આપી છે. સુધાંશુએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મને ખૂબ ગુસ્સો આવે છે. કોઈ દિવાળી જેવા તહેવાર પર આવો વાહિયાત મજાક કઈ રીતે કરી શકે? કંઈ નહીં તો ભગવાન માટે તો શરમ કરો. 

Anupamaa fame actor sudhanshu pandey clears that he will remain part of  show | Anupamaa से होगी Sudhanshu Pandey की छुट्टी? एक्टर ने खुद बताया सच |  Hindi News, टीवी

સુધાંશુ પાંડેએ નારાજગી કરી વ્યક્ત

ફેશનના નામે ઉર્ફી જાવેદ જાતજાતના અખતરા કરતી રહે છે. પોતાના કપડાને કારણે તે મુખ્યત્વે ચર્ચમાં રહેતી હોય છે. ત્યારે દિવાળીની શુભેચ્છાને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. ટોપલેસ થઈ તેણે દિવાળીની શુભકામના પાઠવી હતી ત્યારે આની પર સુધાંશુ પાંડેએ નારાજગી વ્યક્ત કરી છે. સુધાંશુ પાંડેની આ પ્રતિક્રિયા પર ઉર્ફી જાવેદે પણ સામે પ્રતિક્રિયા આપી છે.

uorfi sudhanshu1

ઉર્ફીએ સુધાંશુને આપ્યો વળતો જવાબ

ઉર્ફીએ વળતો જવાબ આપતા લખ્યું કે અનુપમા એવો શો છે જેમાં નારી સશક્તિકરણની વાત કરવામાં આવે છે. જ્યાં મહિલાઓ સમાજ દ્વારા મહિલાઓ માટે બનેલા નિયમોને તોડી રહી છે. તમે પોતાનો શો કેમ નથી જોતા સુધાંશુ? બની શકે કે તમે તેમાંથી કંઈ શીખ મેળવો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે