ચીન વિવાદ મામલે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર સુધાંશુ ત્રિવેદીએ આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-01-03 16:36:43

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ અને તેમની નીતીઓનો વિરોધ નોંધાવ્યો છે. અનેક વખત રાહુલ ગાંધી આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેની પર ભાજપના પ્રવક્તા સુશાંધુ ત્રિવેદીએ જવાબ આપ્યો છે. અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.

 

સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર 

ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ચીન મુદ્દે રાહુલ ગાંધીએ અનેક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. ચીનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો ચાલતા રહે છે. ત્યારે આજે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. 


ચીન મામલે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન 

સુધાંશુ ત્રિવેદીએ જવાહરલાલ નહેરૂની પુસ્તક ડિસ્કવરી ઓફ  ઈંડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ઈન્ડિયાની ખોજ ગાંધી પરિવાર ચાર પેઠીતી કરી રહ્યો છે. સીમા વિવાદને લઈ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની મનશા સ્પષ્ટ કરી દીધી છે કે ભારતે ચીન સામે એ રીતે જ આત્મસમર્પણ કરવું જોઈએ જેવી રીતે તેમની સરકારના સમય પર થતું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે