કેન્દ્ર સરકારની છૂટના કારણે દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને થશે ફાયદો


  • Published By :
  • Published Date : 2022-11-10 18:42:43

કેન્દ્ર સરકારે 31 મે 2023 સુધી ખાંડના નિકાસને છૂટ આપી દીધી છે. કેન્દ્ર સરકારે કુલ ઉત્પાદનના 18.23 ટકા ખાંડની નિકાસ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ભારતમાં હવે ખાંડ પૂરતી માત્રમાં હોવાના કારણે અન્ન-પુરવઠા નાગરિક મંત્રાલયે નિર્ણય લીધો છે. ખાંડની નિકાસની છૂટ આપવાના કારણે હવે દક્ષિણ ગુજરાતના શેરડી નિકાસ કરતા લોકોને અને ખાંડનું ઉત્પાદન કરતા લોકોને ફાયદો થશે. દક્ષિણ ગુજરાત વિસ્તારની 15 સુગર મીલોમાંથી 1.93 લાખ ટન ખાંડની નિકાસ થશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. 


દક્ષિણ ગુજરાતની સુગર મીલોને થશે ફાયદો

દક્ષિણ ગુજરાતની મીલોમાં બારડોલી સુગર મીલનો ક્વોટા સૌથી વધુ છે. બારડોલી સુગરને  તેત્રીસ હજાર ટન ખાંડ નિકાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં ખાંડ ઉત્પાદનનો સમય છે ત્યારે લોકો પાસે જૂનો સ્ટૉક પડ્યો હશે. આ સ્ટૉક વેંચીને દક્ષિણ ગુજરાતના શેરડી પકાવતા લોકોને બમણો ફાયદો થઈ શકે તેવી શક્યતાઓ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે