હિમાચલ પ્રદેશના 15માં મુખ્યમંત્રી બન્યા સુખવિન્દર સિંહ, મુકેશ અગ્નિહોત્રી બન્યા ઉપમુખ્યમંત્રી


  • Published By :
  • Published Date : 2022-12-11 16:01:49

હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના સુખવિન્દર સિંહ સુક્ખુએ શપથ ગ્રહણ કરી લીધી છે. બપોરે 1:50 કલાકે તેમણે રાજ્યના 15વા મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે મુકેશ અગ્નિહોત્રીએ શપથ લીધી છે. રિજ મેદાન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથે સુખવિન્દર સિંહને શપથ લેવડાયા હતા.

  

પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર આપ્યું સ્થાન 

આ શપથ વિધીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના રેસમાં અનેક નામોની ચર્ચા થતી હતી. ત્યારે શપથ વિધી દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રતિભા સિંહને સ્ટેજ પર બોલાવ્યા હતા. અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા હતા.

ઉપરાંત શપથ વિધીમાં સુખવિન્દર સિંહની માતા પણ હાજર હતા. સ્ટેજની સામે તેઓ બેઠા હતા પરંતુ જ્યારે રાહુલ ગાંધીને આ અંગની જાણ થઈ તો તેમણે તરત સુખવિન્દરની માતાને સ્ટેજ પર બોલાવી લીધા. અને પ્રિયંકા ગાંધી તેમને ભેટી પડ્યા અને તેમની સાથે બેસાડ્યા. આ સમારોહમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ પણ હાજર હતા.    


Image
Image


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે