સુખવિંદરસિંહ સુક્ખુ આવ્યા કોરોનાની ઝપેટમાં, પીએમ સાથે કરવાના હતા મુલાકાત


  • Published By :
  • Published Date : 2022-12-19 11:28:18

થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનેલા સુખવિંદરસિંહ સુક્ખુ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે સુક્ખુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની હતી જેને કારણે રવિવારે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત હોવાને કારણે સુખવિંદર સુક્ખુ પ્રધાનમંત્રી સાથે મુલાકાત નહીં કરી શકે. 


પીએમ સાથે કરવાના બેઠક 

સુખવિંદરસિંહ સોમવારે પીએમ મોદી સાથે બેઠક કરવાના હતા. પીએમ સાથે બેઠક હોવાને કારણે તેમનો સેંપલ લેવામાં આવ્યું હતું. અને રવિવાર સાંજે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ મોદી સાથે બેઠક નહી કરી શકે. થોડા સમય પહેલા જ સુખવિંદર સુક્ખુ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. 


સાવચેતીના ભાગરૂપે સીએમ રહેશે ક્વોરન્ટાઈન 

કોરોના સંક્રમિતની વાતને લઈ રાજ્ય સરકારે જણાવ્યું છે કે મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુ  સાવચેતીના ભાગરૂપે મુખ્યમંત્રી ક્વોરન્ટાઈન રહેશે અને તેમના દરેક કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. સીએમમાં કોરોનાના કોઈ પણ લક્ષણ દેખાયા ન હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે તેઓ પીએમ સાથે મુલાકાત નહીં કરે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણ પણ હાલ નહીં કરવામાં આવે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે