ગોધરા કાંડના આરોપીને સુપ્રીમ કોર્ટે 17 વર્ષ બાદ આપી જામીન


  • Published By :
  • Published Date : 2022-12-15 16:24:00

સુપ્રીમ કોર્ટે 2002 ગોધરા કાંડના એક આરોપી ફારૂખને જામીન આપ્યા છે. ગોધરા ટ્રેનના કોચને સળગાવાની સજા તે ભોગવી રહ્યા હતા. આજીવન કેદની સજા તે ભોગવી રહ્યા હતા. છેલ્લા 17 વર્ષથી તે આ ઘટનાને લઈ સજા ભોગવી રહ્યા હતા. 2018માં જામીન માટે આરોપી ફારૂખે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડીંગ હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આજે ફારૂખને જામીન આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.


પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો 

સુપ્રીમ કોર્ટે એ જોઈને આરોપીને જામીન આપ્યા હતા કે તે છેલ્લા 17 વર્ષથી સજા ભોગવી રહ્યા છે કેસની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા સમક્ષ જામીનને લઈ અરજી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રેહલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં વાત રજૂ કરતા જણાવ્યું હતું કે  આ ઘટનામાં મહિલા, બાળકો સહિત 59 લોકો મોતને ભેટ્યા હતા,. ઉપરાંત તેમણે કહ્યું કે પથ્થરમારો સામાન્ય રીતે ગૌણ પ્રકૃતિનો ગુન્હો છે. મુસાફરો બહાર ન આવી શકે તે માટે ટ્રેનમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 




લાંબો સમય જેલમાં વિતાવ્યો છે 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમાંના કેટલાક દોષિતો પથ્થરમારો કર્યો હતો. લાંબો સમય ફારૂખે જેલમાં વિતાવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાકને જામીન આપી છોડી દેવામાં આવે છે. આને ધ્યાનમાં રાખી જ ફારૂખને જામીન આપવામાં આવી રહ્યા છે.  આ મામલામાં ઘણા દોષિતોની સજા વિરૂદ્ધની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે