2002નાં ગુજરાત રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ કરો બંધ: સુપ્રીમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:41:56

ગુજરાતને હચમચાવી નાખનારા 2002ના કોમી તોફાનોને કોણ ભુલી શકે?. હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લેતા  તોફાનો સાથે સંકળાયેલા તમામ કેસ બંધ કરવાનો હુકમ કર્યો છે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે કેસ બંધ કરવાનો હુકમ આપતા કહ્યું કે 'આટલા લાંબા સમય બાદ હવે સુનાવણી કરવાનો કોઈ અર્થ નથી'. રાજ્યના તોફાનો સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, ગુજરાતના તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નરોડા પાટીયા સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. 



ઝાકિયા જાફરીની અરજી સુપ્રીમ ફગાવી ચુકી છે 


ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે  ઝાકિયા જાફરીએ સુપ્રીમ એક અરજી દાખલ કરી હતી. 24 જૂને ઝાકિયાએ  PM મોદી સામે કરેલી અરજીને સુપ્રીમે ફગાવી દીધી હતી.સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું હતું કે, ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.


ગોધરાકાંડ બાદ ફાટી નિકળ્યા હતા રમખાણો


રાજ્યમાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર S-6ને જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવામાં આવ્યો હતો. જેમાં 59 યાત્રિકોના મોત થયા હતાં. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતાં. આ કોમી રમખાણોમાં હજારો લોકોના મોત થયા હતા. આ કોમી હિંસા અને હુલ્લડો જૂન મહિનાના મધ્ય સુધી ચાલ્યા હતાં. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે