સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપ્યા શરતી જામીન, કહ્યું તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે


  • Published By :
  • Published Date : 2023-07-19 16:50:31

સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને મોટી રાહત આપી છે અને તેમને નિયમિત જામીન આપી દીધા છે. અગાઉ, 1 જુલાઈ, 2023 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેની સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કરીને તેમના જામીન મંજૂર કર્યા હતા.


આ શરતે આપ્યા જામીન


સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં કથિત રીતે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના કેસમાં દાખલ કરવામાં આવેલી FIRના સંબંધમાં સુપ્રીમ કોર્ટે બુધવારે તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે સેતલવાડ આ કેસમાં સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈ પ્રયાસ નહીં કરે અને મોટાભાગે ગુજરાતમાં રહેતા સાક્ષીઓથી દૂર રહેશે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જામીનના સમયગાળા દરમિયાન સેતલવાડનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરવામાં આવે. જો તે આ શરતનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો કોર્ટે ગુજરાત પોલીસને જામીન રદ કરવા માટે સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે