ઠાકરે જુથને સુપ્રીમે આપ્યો ફટકો, ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-02-22 17:55:40

ઠાકરે જુથને સુપ્રીમ કોર્ટમાંથી  પણ નિરાશા મળી છે, આજે શિવસેના પાર્ટીના નામ અને તેના પ્રતિક પાછા મેળવવા માટે ઉધ્ધવ જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પણ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય સામે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે સુપ્રીમ કોર્ટે શિંદે ગ્રુપને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઠાકરે જુથ માટે આ મોટો રાજકીય ફટકો છે. મહારાષ્ટ્રમાં શિંદે અને ઠાકરે જુથ વચ્ચેની રાજકીય લડાઈ હજુ લાંબી ચાલશે તેવું જણાઈ રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


ઉધ્ધવ ઠાકરેની અરજી પર સુનાવણી કરતા સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેચે ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બેચે કહ્યું કે અમે  ચૂંટણી પંચના નિર્ણય પર સ્ટે આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે આ માટે અમારે બંને પક્ષની દલીલો સાંભળવી પડશે, તે સિવાય સ્ટે આપી શકાય નહીં. આ પહેલા સુનાવણી દરમિયાન ઉધ્ધવ ઠાકરે ગ્રૂપ તરફથી કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે ચૂંટણી પંચના આદેશ પર સ્ટે આપવામાં આવે. જો કે મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બેચે તેમની તે અપીલ ફગાવી દીધી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે