સુરતમાં લિફ્ટ તૂટતા 1 મજૂરનું મોત અન્ય 8 ઘાયલ, ઈજાગ્રસ્તોની સ્થિતી ગંભીર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:44:02

રાજ્યમાં પવિત્ર દશેરાના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતમાં ફરી એક વખત લિફ્ટ તૂટી પડવાના માઠા સમાચાર આવ્યા છે. સુરતના ભટાર ખાતે શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડતા 1 મજૂરનું મોત અને 9 મજૂરો ઘાયલ થયા છે.  8 ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. અત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની કમર તૂટી છે તો કેટલાકના પગ ફેક્ચર થયા છે. 


15 દિવસ અગાઉ જ સુરતમાં લિફ્ટ તૂટવાની ઘટના બની હતી


અત્રે ઉલ્લેખનિય છે કે હજુ 15 દિવસ અગાઉ જ સુરતના પાંડેસરા નજીક વડોદ ગામમાં સ્થિત પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં કોમર્શિયલ લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. આ પ્રકારની ઘટના શા માટે સર્જાય છે અને તેના માટે ખરેખર કોને જવાબદાર ઠેરવવા તે મોટો પ્રશ્ન છે. જો કે આવી ઘટનાઓ ક્યારેય ચલાવી ન  શકાય નહીં.


ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.