યુવરાજસિંહને લઈ સુરત પોલીસે કર્યું એવું ટ્વિટ કે જેની થઈ રહી છે ચર્ચા! ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ પોલીસે ગણાવ્યા આરોપી!


  • Published By :
  • Published Date : 2023-04-25 10:34:11

યુવરાજસિંહને લઈ સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ હાલ ચર્ચામાં છે. પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાની વાત યુવરાજસિંહે આપી હતી. આ મામલે યુવરાજસિંહ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પોલીસે તો આ પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પાસ કરવાવવાનું કૌભાંડ યુવરાજસિંહે કરાવ્યું હોય તેવું ટ્વિટમાં દર્શાવ્યું હતું. સુરત પોલીસે ટ્વિટ કર્યું હતું કે 'બોર્ડની પરીક્ષાઓ અને અન્ય ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ આચરનાર આરોપી યુવરાજસિંહ જાડેજાના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભાને દબોચી લેતી સુરત શહેર પી.સી.બી. તથા ભાવનગર SITની ટીમ.' ત્યારે આ ટ્વિટને લઈ ચર્ચા ચાલી રહી છે. મહત્વનું છે કે યુવરાજસિંહના સાળા કાનભાને સુરત પોલીસે ઝડપી પાડ્યો હતો.  

      

યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાના આરોપ!

ડમીકાંડ મામલે રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. યુવરાજસિંહે પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાની વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં  આવી હતી જેને અનેક લોકોને પોલીસે ઝડપી પણ પાડ્યા હતા. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં યુવરાજસિંહે નામ ન લેવા માટે પૈસા લીધા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 


સુરતથી ઝડપાયો હતો યુવરાજસિંહનો સાળો!

ભાવનગર એસઓજીએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યારે પોલીસ સમક્ષ હાજર થતા તે દરમિયાન અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહના સાળાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતું. સુરતથી યુવરાજસિંહના સાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે સુરત પોલીસનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં ડમીકાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહને જ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે