સુરતવાસીઓએ શોધ્યું ગરબાનું અલગ ડેસ્ટિનેશન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 09:36:47

ગરબા અને ગુજરાતને એક બીજાના પર્યાય ગણવામાં આવે તો અતિશ્યોક્તિ ન કહેવાય. ગરબા અને ખાણી-પીણીના શોખીન હોવાને કારણે ગુજરાતીઓ જગપ્રખ્યાત થયા છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ મ્યુઝિક પર, કોઈ પણ સમયે ગરબા કરવા ગુજરાતીઓ ઉત્સુક હોય છે. જ્યાં અને જ્યારે પણ મોકો મળે ત્યારે ગરબા કરવામાં ગુજરાતીઓ પાછા પડતા નથી. આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી હતી, જ્યાં તેઓ સ્વીમિંગ પુલમાં ગરબા કરતા નજરે પડ્યા હતા.

સ્વીમિંગ પુલમાં જામી ડાંડિયાની રમઝટ

ગરબાને સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ ગણવામાં આવે છે. આમ તો જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં ગરબા થતા હોય છે. પરંતુ ગુજરાતમાં ગરબાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. નવરાત્રિ દરમિયાન અનેક સ્થળો પર ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ત્યારે સુરતમાં ગરબાનું આયોજન સ્વીમિંગ પુલમાં કરાયું હતું. સ્વીમિંગ પૂલમાં ડાંડિયા રમી સુરતવાસીઓએ નવરાત્રિની ઉજવણી કરી હતી.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે