સુરતના વરાછામાં કાદવ જ કાદવ, મેટ્રોની કામગીરીએ લોકોની મુશ્કેલી વધારી


  • Published By :
  • Published Date : 2023-02-13 20:03:22

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જો કે તેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના કારણે આસપાસની સોસાયટીઓમાં કાદવનો પ્રવાહ ધસી આવતા તે સોસાયટીઓના રહીશોની મુશ્કેલીઓ વધી ગઈ છે.   


સુરતના વરાછામાં લોકોની હાલત કફોડી


સુરતના વરાછાના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરીના કારણે સોસાયટીમાં કાદવના થર જામી ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. આ સોસોયટીઓના રહિશોએ તેમના ઘરમાં કાદવ ઘૂસતો રોકવા માટે ઈંટોની આડશો મુકવી પડી રહી છે. જે સોસાયટીઓની અંદર અચાનક જ પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો છે એની પાછળ મેટ્રોની કામગીરી કારણભૂત છે. મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન ક્ષતિ થઈ હોવાને કારણે પાણીની લાઈનમાંથી કાદવ બહાર આવતો હોવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. લોકોએ સ્થાનિક વહીવટીતંત્રને રજુઆતો કરી પણ તંત્રએ લોકોની મુશ્કેલીનો હલ કરવા માટે અત્યાર સુધી કોઈ કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે