T-20 World Cup 2024 : IND અને England વચ્ચે રોમાંચક મેચ, સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો આટલા રનથી પરાજય, આ તારીખે રમાશે ફાઈનલ


  • Published By :
  • Published Date : 2024-06-28 12:09:43

હાલ ટી-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ મેચને જોવાનો ક્રેઝ ક્રિકેટ ચાહકોમાં અલગ જ હોય છે.. અને એમાં પણ જો ભારતની મેચ હોય તો તો વાત અલગ જ છે. ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ હતી. ભારતના ખેલાડીઓએ ઈંગ્લેન્ડના ખેલાડીઓને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 20 ઓવરમાં ભારતીય ટીમે 171 રન બનાવ્યા હતા સાત વિકેટ ગુમાવીને... ટાર્ગેટ 172નો હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને ટીમ ઈન્ડિયાની જીત થઈ ગઈ..

 

68 રનથી ભારતની ટીમનો વિજય થયો

ક્રિકેટના ચાહકો માટે ટી 20 વર્લ્ડ કપ જોવાનો ક્રેઝ અલગ જ હોય છે.. ભારતમાં મોટા ભાગના લોકોને જો તમે પૂછશો કે તમને કઈ રમત ગમે તો તે કહેશે ક્રિકેટ. એમાં પણ જો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોય તો તો વાત જ અલગ છે માહોલ જ અલગ  છે.. હાલ ટી 20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ગઈકાલે બીજી સેમિ ફાઈનલ મેચ હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ હતી જેમાં ભારતની ટીમે 68 રનથી જીત મેળવી છે. 


29 તારીખે છે ફાઈનલ મેચ 

રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી જ્યારે સૂર્યકુમાર યાદવે પણ ટીમને જીતાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 36 બોલમાં 47 રન બનાવ્યા.. કુલદીપ યાદવે પણ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગુરૂવારે રમાયેલી મેચ એકદમ રોમાંચક હતી. 29 તારીખે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે. બધાની નજર આ મેચ પર રહેવાની છે.ત્યારે તમને ગઈકાલની મેચ કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .