કાલે ભારત V/S પાકિસ્તાન મુકાબલો, કઈ ટીમનું પલડું ભારે, વરસાદની શક્યતા કેટલી, જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:09:58


ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચની બંને દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈવોલ્ટેજ મેચ આવતી કાલે રવિવાર 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો જોરદાર તૈયારી કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મહિનામાં આ ત્રીજો મુકાબલો હશે. 


વરસાદ વિઘ્નરૂપ બને તેવી આશંકા


આવતીકાલે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેચ પર વરસાદી પાણી ફરી વળે તેની સંભાવના છે.  હવામાન વિભાગે પણ મીની ફ્લડ એલર્ટ આપ્યું છે. આ જ કારણે ટીમ ઈન્ડિયાએ પણ ઈન્ડોર પ્રેક્ટિસ કરવી પડી હતી. હવે જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે, તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે. સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સિડનીમાં રમાયેલી મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી,પણ વરસાદ ન પડ્યો અને મેચ રમાઈ હતી.


T20 વર્લ્ડ કપમાં ભારતનો રેકોર્ડ સારો 


T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અત્યાર સુધીમાં 6 વખત ટકરાયા છે. જેમાં ભારતને 5 મેચમાં, જ્યારે પાકિસ્તાનને 1 મેચમાં જીત મળી છે. T20 ફોર્મેટમાં બન્ને ટીમ વચ્ચે ઓવરઓલ 11 મેચ રમાઈ છે. જેમાં 7 મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે, તો 3 મેચમાં પાકિસ્તાનને જીત મળી છે. 1 મેચ ટાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ બોલ આઉટમાં જીત મેળવી હતી. તે ઉપરાત ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે