તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ‘મિસિસ સોઢી’એ પ્રોડ્યૂસર અસિત મોદી સામે લગાવ્યો આ ગંભીર આરોપ, 15 વર્ષ બાદ શોને કર્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-05-11 17:12:42

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યૂસર અસિત મોદી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે, ટીવી સિરીયલમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીનો રોલ નિભાવનાર‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણી જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ શોના અન્ય એક કલાકાર શૈલેષ લોઢાએ પણ નિર્માતા અસિત મોદી પર ફી નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી


જેનીફર મિસ્ત્રી બંસીવાલે શોના પ્રોડ્યૂસર અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અસિત કુમાર મોદી ઉપરાંત પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી તથા એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ દાખલ કરાવી છે. 


15 વર્ષોથી થઈ રહ્યું છે શોષણ


જેનીફરે જણાવ્યું કે 15 વર્ષોથી થઈ રહેલા શોષણ અંગે જણાવ્યું કે 7 માર્ચે તેમની સાથે કાંઈક એવું થયું કે તે ભૂલી નહીં શકે. તેમણે કહ્યું કે માર્ચ 6 ના રોજ તેમની એનિવર્સરી હતી, જે દિવસે આ ઘટના થઈ. મને ઘરે જવા દેવામાં આવી નહોંતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મેકર્સે મારી કારને રોકી અને મને ધમકી આપી હતી. મેં કહ્યું કે હું છેલ્લા 15 વર્ષથી સીરિયલમાં કામ કરી રહ્યું છું. તમે મારી સાતે આવું ન કરી શકો, પછી તે લોકોએ મને ડરાવી અને ધમકાવી. આ કારણે મેં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો