શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા મોકૂફ, હવે આ તારીખે યોજાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-06-14 16:46:04

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો તખરો તોળાઈ રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાથી સૌથી નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું આજે અને કાલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે કહેર વર્તાવી શકે છે. 15 જૂનના રોજ વાવાઝોડું જખૌ પોર્ટ નજીક લેન્ડ ફોલ કરશે અને તેની અસર 6 કલાક સુધી રહી શકે છે. આ જ કારણે શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.


શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે કર્યું ટ્વીટ


શિક્ષણ વિભાગે શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S)ની મુખ્ય પરીક્ષાઆગામી તા.18 જૂનના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા તા.25 જૂનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે ટ્વીટરના માધ્યમથી પરીક્ષા મોકુફીના સરકારના નિર્ણય અંગે જાણકારી આપી હતી.


ઉમેદવારો માટે હિતકારી નિર્ણય


રાજ્યના શિક્ષણ વિભાગના આ મહત્વના નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે