રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT-HS મેઈન્સનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ


  • Published By :
  • Published Date : 2023-11-28 19:05:48

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ધોરણ-11 અને 12ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT-HS) મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 243 કેન્દ્રોમાં 43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારો પરિણામ સત્તાવાર પોર્ટલ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ www.sebexam.org પરથી જોઈ શકશે. હવે TAT-HS મેઈન્સનું  પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. 


ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારો


TAT હાયર સેકન્ડરીની પરીક્ષામાં 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની  43,933 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


70 થી વધુ ગુણ મેળવનારાઓની મેઈન્સ માટે પસંદગી


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ માટે પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે સમગ્ર રાજ્યના 43,933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે