ઠરાવ વગર TAT પાસ ઉમેદવારોની ભરતી અધ્ધરતાલ, સરકાર સત્વરે નિર્ણય લે તેવી શિક્ષણ મંત્રીને રજુઆત


  • Published By :
  • Published Date : 2023-02-13 21:43:22

રાજ્ય સરકાર દ્વારા TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે કોઈ ઠરાવ કરવામાં ન આવતા તેમની ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ માટે TAT પાસ ઉમેદવારોએ ફરી શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ઉમેદવારોએ TATના પ્રમાણપત્રની સમયમર્યાદા વધારવા મુદ્દે પણ ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે સરકાર દ્વારા  ત્યારે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે કે TATના પ્રમાણપત્ર સબંધિત ઠરાવ પસાર કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ઉમેદવારોએ ધોરણ 9 થી 12 માં 10 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરી છે. આ બાબતે અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઠરાવ પસાર કરી ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું.  જો  કે આશ્વાસન આપ્યું હોવા છતાં પણ ઠરાવ પસાર ન થતા ભરતી પ્રક્રિયા અધ્ધરતાલ થઈ છે.  


જીતુ વાઘાણીએ કહ્યું પણ TAT ઠરાવ ન કર્યો


ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી આ બાબતે ટાટ પાસ ઉમેદવાર  ઉમેદવારોએ તેમની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે અમે છેલ્લા બે વર્ષથી શિક્ષણમંત્રીને આ રજૂઆત કરી રહ્યાં છીએ.  અમારી TAT ભરતી TAT વેલીડીટીના ઠરાવના કારણે અટકી છે. જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી  હતા. ત્યારે તેઓએ માર્ચ 2022 માં TAT પ્રમાણ પત્રની વેલીડીટી વધારવામાં આવી છે તેવું કહ્યું છે. જો કે આજ સુધી તે અંગે કોઈ  ઠરાવ થયો નથી. તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઠરાવ ઝડપથી કરવામાં આવે અને અમારી અટકી પડેલી ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી છે. ઉમેદવારો તેમની આ આજીજી સરકાર સાંભળે અને સત્વરે કાર્યવાહી કરે તેવી વિનંતી કરી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે