તથ્ય પટેલના FSL રિપોર્ટમાં મોટો ખુલાસો, ઈસ્કોન ઓવર બ્રિજ પર 142.5KMની સ્પિડથી ચલાવી હતી જેગુઆર કાર


  • Published By :
  • Published Date : 2023-07-24 16:37:06

અમદાવાદમાં ઈસ્કોન ઓવરબ્રિજ બ્રિજ પર જેગુઆર કારથી 10 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવી ગયો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ અકસ્માત સર્જાયો તે વખતે તથ્ય પટેલે 142 પ્રતિ કલાકની સ્પિડથી જેગુઆર કાર દોડાવી હતી. આ સ્થિતીમાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને 10 લોકોના મોત થયા હતા. આ પૂર્વે આરોપી તથ્ય પટેલે કબૂલાત પણ કરી હતી કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. અત્રે ઉલ્લેખનિય છે અકસ્માતની આ ઘટના બાદ પોલીસે  FSL અને RTOનો રિપોર્ટ ઉપરાંત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ માગ્યો છે. FSLનો રિપોર્ટ આવ્યા પછી કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર છે.


શું હતી સમગ્ર ઘટના?


અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે