રાજ્યમાં 5360 શિક્ષકોની કરવામાં આવશે ભરતી, આગામી દિવસોમાં યોજાશે TETની પરીક્ષા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 18:10:12


ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનો અસંતોષ દુર કરવાના ભરચક પ્રયાસો કરી રહી છે. વિરોધ પક્ષો મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને ભાજપને ઘેરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી અંગેનો મહત્વનો નિર્ણય કરી હજારો બેકાર શિક્ષકોના દિલ જીતી લીધા છે. ભરતીની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યા સહાયકો માટે આ આનંદના સમાચાર છે. 


શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે


કેબિનેટની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં જ શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. વાઘાણીએ કહ્યું કે શિક્ષણ વિભાગમાં ભરતી સમયસર થાય છે. છેલ્લે 3300 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જિલ્લાફેર બદલી અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ સાથે જ લાંબા સમયથી શિક્ષક બનવા માંગતા બેરોજગારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


ટેટ અંગે મહત્વની જાહેરાત 


TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા જ  લેવામાં આવી નથી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે