ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ, વીવીએસ લક્ષ્મણને મળી શકે છે જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-23 22:39:23

ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ ફાઈનલ સાથે સમાપ્ત થઈ ગયો છે. દ્રવિડે તેમનો કોચ તરીકેનો કાર્યકાળ વધારવાને લઈને અનિચ્છા દર્શાવી છે. તેમણે આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને જણાવી દીધી છે. દ્રવિડે ફરીથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)નો હવાલો લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયાના આગામી હેડ કોચ બની શકે છે. 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાયેલી વન ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની છેલ્લી મેચ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો હતો.  


દ્રવિડ 2021માં બન્યા હતા ટીમ ઈન્ડિયાના કોચ


રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપ સાથે પૂરો થયો. તેમને પોતાનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં કોઈ રસ નથી. તેમણે BCCIના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.


વીવીએસ લક્ષ્મણ બનશે કોચ


વર્લ્ડ કપ ટુર્નામેન્ટ બાદ વીવીએસ લક્ષ્મણને ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં તેઓ આયર્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં મુખ્ય કોચ હતા. આ સિવાય ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ તેમણે ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સિરીઝમાં પણ મુખ્ય કોચની ભૂમિકા ભજવી છે. લક્ષ્મણ વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં  BCCIના અધિકારીઓને પણ મળ્યા હતા. તેમનો કરાર લાંબા સમય માટે હોઈ શકે છે. તેઓ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે નિયમિત કોચ તરીકે જઈ શકે છે. ઉલ્લેખનિય છે કે દ્રવિડને મુખ્ય કોચ બનાવ્યા બાદ વીવીએસ લક્ષ્મણ છેલ્લાં બે વર્ષથી NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)ના વડા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાં પહેલાં દ્રવિડ NCAના ચીફ હતા. દ્રવિડે ફરી NCA ચીફની જવાબદારી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી છે.


કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો અંગે પણ અસમંજસ 


રાહુલ દ્રવિડ પહેલેથી જ તેના ભવિષ્ય માટે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે. તેમની IPL ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. એ હજુ સુધી સ્પષ્ટ નથી કે દ્રવિડની મુદત પૂરી થતાં કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોનો કાર્યકાળ લંબાવવામાં આવશે કે નહીં. હાલમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ છે, જ્યારે પારસ મ્હામ્બરે બોલિંગ કોચ છે અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.