TV Debateમાં છલકાયું TET-TATના ઉમેદવારનું દર્દ! સરકારને ક્યારે દેખશે ઉમેદવારોની આંખોમાંથી નીકળતા આંસુ? સાંભળો ઉમેદવારની વ્યથા....


  • Published By :
  • Published Date : 2023-09-15 16:14:31

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે અલગ અલગ માધ્યમો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વિરોધ કરવા માટે ઉમેદવારો ભેગા થવાના હતા પરંતુ તે પહેલા જ તેમને રોકી દેવામાં આવતા હતા. પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા ઉમેદવારો અનેક વખત જમાવટની ઓફિસે આવ્યા છે. જ્યારે જ્યારે ઉમેદવારો ઓફિસ આવ્યા છે ત્યારે તેમની વેદના તેમની આંખોમાંથી છલકાઈ છે. 

ટીવી-શોમાં છલકાઈ ઉમેદવારોની વેદના 

સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે ઉમેદવારો મીડિયાનો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ મીડિયાના માધ્યમથી તેઓ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ ઝી ચોવીસ કલાકના સ્ટૂડિયોમાં પોતાની વેદના રજૂ કરી હતી. જ્યારે તે પોતાની વાત રાખી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. પોતાની વેદનાને રજૂ કરવા તે સ્ટૂડિયો પહોંચ્યા હતા. ત્યારે મહિલા ઉમેદવાર રડી પડ્યા હતા. તેમનો આક્રોશ છલકાઈ રહ્યો હતો. 


જીજ્ઞેશ મેવાણી આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટના ઉમેદવારોએ ઘણી વખત રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો અવાજ સરકારે હજી સુધી સાંભળ્યો નથી. પત્ર લકી અનેક વખત શિક્ષણમંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. હનુમાન દાદા તેમજ શિવજીને પણ પત્ર લખી પોતાની વેદના રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. સનાતનના શરણે પણ ઉમેદવારો ગયા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે તે બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આંદોલન કરવાની વાત કરી હતી. ત્યારે જોવું એ રહ્યું કે આ આંદોલનનું શું પરિણામ આવે છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે