શિક્ષણમંત્રીની ટ્વિટ પર ભડકી ઉઠ્યા TET-TATના ઉમેદવારો, ફરી ઉઠ્યો કાયમી ભરતીનો મુદ્દો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-29 18:26:03

છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી તેઓની માગ છે. ઉમેદવારોએ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અનેક રસ્તાઓ અપનાવ્યા. ટ્વિટર પર મુહિમ ચલાવી, સત્યાગ્રહ છાવણી પર સત્યાગ્રહ કરવાના હતા પરંતુ તે પહેલા તેમની અટકાયત થઈ ગઈ હતી. ઉમેદવારોમાં આક્રોશ એ હદે વધી ગયો છે કે શિક્ષણમંત્રી જ્યારે પણ કોઈ ટ્વિટ કરે છે તો તેમાં ઉમેદવારો કાયમી ભરતીની માગ કરતા દેખાય છે.    

ફરી શિક્ષણમંત્રીની ટ્વિટની રિપ્લાયમાં ઉઠ્યો કાયમી ભરતીનો મુદ્દો

થોડા સમય પહેલા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક પોસ્ટ શેર કરી હતી જેમાં સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં રહેતો યુવક વિદેશમાં ભણવા જવાનો હતો. એ પોસ્ટમાં પણ ઉમેદવારોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કાયમી ભરતી કરવામાં આવે તેવી માગના અનેક રિપ્લાય તેમની પોસ્ટ પર જોવા મળ્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે કે કોઈ પણ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષા જરૂરી છે. કારણ કે સારી શિક્ષા આપણી વિચારક્ષેણી, સભ્યતાને પ્રભાવિત કરે છે. 



ટ્વિટ પર  TET-TATના ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

આ વીડિયો પોસ્ટ થતાં જ TET-TATના ઉમેદવારોએ કાયમી ભરતી માટેની માગ કરતી પોસ્ટ કરવાની શરૂ કરી. ટ્વિટર પર પ્રતિક્રિયા આપતા લોકોએ લખ્યું કે ઓર શિક્ષા કે લીયે સ્થાયી શિક્ષકભી જરૂરી હે.. યે રહ ગયા સાહબજી. તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષકોની ભરતી કરો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બંધ કરો. તો કોઈએ લખ્યું મારીમરજી. તો પ્રતિક્રિયા આપતા કમેન્ટ કરી ગુજરાતનાં શિક્ષકોનું ભવિષ્ય ડૂબતું મૂકીને નવી શિક્ષણ નિતિની ઉજવણી કરી રહ્યા છો? સંવેદનહીન વ્યક્તિત્વ ધરાવો છો આપ....    





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે