કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે TET-TAT ઉમેદવારો ગાંધીનગરના રસ્તા પર! કર્યો વિરોધ અને કર્યા સૂત્રોચ્ચાર


  • Published By :
  • Published Date : 2024-09-05 16:35:08

શિક્ષક માટે આપણે ત્યાં ઘણું બધું કહેવાયું છે, લખાયું છે..પરંતુ જ્યારે ભાવિ શિક્ષકોને રસ્તા પર ઉતરવું પડે વિરોધ કરવા માટે તો? ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ.. વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો હતો અને આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

એક વર્ષ પહેલા પણ કર્યું હતું આંદોલન

ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે.. અનેક શાળાઓ એવી છે કે જ્યાં ભણવા માટે બાળકો છે પરંતુ શિક્ષકો નથી.. સરકારી શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો આજે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી તે લોકો પોતાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે.. ગયા વર્ષે શિક્ષક દિવસના દિવસે પણ ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા હતા.. આજે એક વર્ષ પછી પણ તે લોકો પોતાની માગ સાથે રસ્તા પર ઉતર્યા છે.. 



શિક્ષણ મંત્રી સાથે ઉમેદવારોના પ્રતિનિધી મંડળે કરી મુલાકાત - સૂત્ર

ગુજરાતમાં સચિવાલય ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.. પોતાની માગને લઈ તે લોકો લડી લેવાના મૂડમાં દેખાયા હતા. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. નોટિફિકેશનની રાહ જોવાઈ રહી હતી.. પરંતુ સરકારે હજી સુધી કોઈ જાહેરાત નથી કરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં  આવે તેવી માગ સાથે ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતા અને પોતાની માગ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. એવી માહિતી સામે આવી છે કે શિક્ષકોની ભરતી માટે પ્રતિનિધી મંડળે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી.. આ મુલાકાત સકારાત્મક છે અને ઉમેદવારો મંત્રીના જવાબથી સંતુષ્ટ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે