TET-TATના ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા Jamawatની ઓફિસ, ઉમેદવારોએ ઠાલવ્યો પોતાનો આક્રોશ, સાંભળો તેમની વેદના


  • Published By :
  • Published Date : 2023-08-26 12:18:56

કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો આંદોલનો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. યોજના અંતર્ગત 11 મહિના માટે શિક્ષકોને કરાર પર રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટ આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. પોતાની રજૂઆત કરવા માટે અનેક વખત મંત્રીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચતો. ત્યારે ટેટ ટાટના ઉમેદવારો પોતાની રજૂઆત લઈ જમાવટની ઓફિસે આવ્યા હતા.

કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે 

શિક્ષકોના શીરે દેશના ભાવિને ઘડવાની જવાબદારી રહેલી છે. શાળામાં ભણતા વિદ્યાર્થી દેશનો ભાવિ નાગરિક છે. શાળામાં જે સંસ્કાર મળે તે બાળકના જીવન પર ઘણી અસર કરતા હોય છે. ઘર જેટલો સમય બાળક સ્કૂલમાં વિતાવતો હોય છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કહી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત ગાંધીનગર જઈ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે પોલીસ તેમને રોકી દેતા હતા. 


જમાવટની ઓફિસે આવેલા ઉમેદવારોએ ઠાલવ્યો રોષ 

TET-TATના ઉમેદવારોનો અવાજ સરકારે સાંભળ્યો નહીં ત્યારે તેમણે જમાવટને રજૂઆત કરી. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જે ઉમેદવારો પોતાની રજૂઆત કરવા જમાવટની ઓફિસે આવ્યા હતા તેમાંથી એક મહિલા ઉમેદવારે પોતાની આપવીતી કહી હતી. પોતાનો રોષ ઠાલવ્યો હતો. કાયમી ભરતી ન થવાને કારણે તેમને કેટલી મુશ્કેલી વેઠવી પડે છે તે તેમણે જણાવી હતી. પોતાની વેદના તેમણે ઠાલવી હતી. જ્યારે રજૂઆત કરવા અધિકારીઓ પાસે જાય છે ત્યારે તેમની સાથે કેવી રીતે વર્તન થાય છે તે તેમણે જણાવ્યું હતું. ઉમેદવારે જણાવ્યું કે જો એક દિવસ માટે પણ શિક્ષક ચોક ડસ્ટર ઉઠાવવાનું બંધ કરી દે તો આખી શિક્ષણ વ્યવસ્થા પર શું અસર થાય છે તે ખબર પડે. શિક્ષકોનું શું મહત્વનું છે તે તેમણે જણાવ્યું હતું.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.