TET-TAT પાસ ઉમેદવારોના ફરી Gandhinagarમાં ધામા, કાયમી શિક્ષકની ભરતી માટેની માંગ સાથે આંદોલન! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-30 08:49:49

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા જોવા મળી રહ્યા છે. ઉમેદવારોની એક જ માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. 

કાયમી શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો કરી રહ્યા છે આંદોલન! 

આપણે ત્યાં શિક્ષકોને ઉચ્ચ કોટિનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજરાતમાં શિક્ષકોની કમી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરી છે.  યુવરાજસિંહની આગેવાની હેઠળ દાંડી કૂચ પણ કાઢી હતી. તે ઉપરાંત વિવિધ તહેવારો પર વિરોધ પણ ઉમેદવારોએ દર્શાવ્યો છે. 


ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોના ધામા!

થોડા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા હતા. કોઈ વખત પતંગ પર કાયમી શિક્ષકોની ભરતીની માગ લખી હતી તો કોઈ વખત ભગવાનને રજૂઆત કરી હતી. ત્યારે હવે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે