Jamawatની ઓફિસ પહોંચ્યા TET-TAT પાસ ઉમેદવારો, ઠાલવી પોતાની વેદના, સાંભળો શું કહ્યું ઉમેદવારોએ?


  • Published By :
  • Published Date : 2023-11-11 15:28:29

ટેટ-ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે પરંતુ મૃદુ અને મક્કમ ગણાતી સરકાર આ નિર્ણય પર મક્ક્મ દેખાઈ રહી છે. અલગ અલગ રીતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો. ગાંધીનગર ખાતે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો પરંતુ ઉમેદવારો સાથે એવી રીતે પોલીસે વર્તન કર્યું જાણે કે તેઓ કોઈ આતંકવાદીઓ હોય. ઉમેદવારોને ઢસેડી ઢસેડીને લઈ લઈ જવાયા હતા. 

જમાવટની ઓફિસે પહોંચ્યા ટેટ-ટાટ પાસ ઉમેદવારો 

યુવરાજસિંહ ઉમેદવારોના સમર્થનમાં ઘણા સમયથી આવ્યા છે. ન માત્ર યુવરાજસિંહ પરંતુ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં આવી છે. પાર્ટી  દ્વારા અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો સંવાદ કરવા પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો સાથે પોલીસે જે રીતે વર્તન કર્યું તે જોઈ પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે. ઉમેદવારોના કપડા પોલીસે ફાડી નાખ્યા હતા ઉપરાંત અનેક ઉમેદવારોને ઈજા પણ પહોંચી છે. ફેક્ચર થયું અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુવરાજસિંહે આ ઘટના બાદ વીડિયો શેર કર્યો હતો અને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. 

યુવરાજસિંહે સરકાર પર કર્યા આકરા પ્રહાર  

જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ અનેક વખત પોતાની વ્યથા જમાવટ થકી જનતા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. ત્યારે વિરોધ કરી રહેલા ઉમેદવારો જમાવટની ઓફિસે પહોંચ્યા હતા અને પોતાની વાત રાખી હતી. ઉમેદવારોએ આ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી વાત પણ કહી હતી. આખા ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોનો રોષ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કહ્યું કે દાદાના ઈશારે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવ્યું.                



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે