ગણપતિ પંડાલમાં TET TAT પાસ શિક્ષકોએ BJPના ધારાસભ્યોને કરી રજૂઆત, ગઈકાલે ગણેશજીને કરી હતી રજૂઆત જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 14:31:11

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને વિવિધ પ્રકારે રજૂઆત કરી રહ્યા છે. સરકાર પોતાની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાના આંદોલન પર મક્કમ છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં પોતાના માગની રજૂઆત શંકર ભગવાન સામે ઉમેદવારોએ કરી હતી. ત્યારે હમણાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ સમયે ઉમેદવારોએ વિધ્નહર્તાના રજૂઆત કરી હતી. ગણેશ પંડાલમાં આજે ઉમેદવારોએ રમેશ ટિલાળા અને ભાનૂબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ગઈકાલે ગણપતિ બાપાના ન્યાયાલયમાં ટેટ ટાટ પાસ શિક્ષકોએ ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે ફરિયાદ કરી છે. 


ગણપતિ બાપ્પાની અદાલતમાં ઉમેદવારોએ કરી રજૂઆત 

ગણપતિ બાપ્પાને વિધ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ભક્તોના વિધ્નો બાપ્પા દૂર કરે છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોએ ભગવાન ગણેશ આગળ પોતાના મુદ્દાને રજૂ કર્યો હતો. વિવિધ સ્થળો પર ગણેશ પંડાલનું આયોજન થતું હોય છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ટેટ-ટાટના ઉમેદવારો ગણપતિ બાપ્પાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગણપતિ બાપાના મંડપમાં જો કે એ મંડપ ન હતો ન્યાયાલય હતી જેમાં તેમણે ગુજરાત સરકાર સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય વિરોધ નોંધાવી પૂજા કરીને તેમણે પોતાની રજૂઆત બાપ્પાને કરી હતી. 


અનેક વખત શિક્ષણ મંત્રીને કરી છે આ અંગે રજૂઆત 

મહત્વનું છે કે શિક્ષણ વિભાગની પરિસ્થિતિ કથળી રહી છે. ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રી સહિતના પદાધિકારીઓને પત્ર લખ્યો હતો. પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી ન હતી. સંતોના શરણે પણ ઉમેદવારો ગયા હતા. શિવજીને પણ તેમણે પત્ર લખી રજૂઆત કરી હતી. પંરતુ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે ઉમેદવારો ગણપતિ દાદાની કોર્ટમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ઉમેદવારો ગણેશ પંડાલમાં મળ્યા હતા અને રજૂઆત કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે