Ahmedabadમાં ફરી સર્જાયો અકસ્માત, આનંદનગરમાં તથ્યવાળી થતા બચી, જાણો ક્યાં ક્યાં સર્જાયો અકસ્માત


  • Published By :
  • Published Date : 2023-08-17 11:08:01

અમદાવાદમાં ફરી એક વખત અકસ્માત સર્જાયો  છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની ગાડીથી 10 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા, 10 નિર્દોષ લોકોના મોત થઈ જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં ફરી ફૂલસ્પીડમાં આવી રહેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે. આનંદનગર રોડ નજીક આવેલા ટાઈટેનિટમ સિટી સેન્ટર મોલ પાસે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કાર ચાલકે બે રિક્ષાવાળાને અડફેટે લીધા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી. અમદાવાદ સિવાય આણંદમાં પણ અકસ્માત સર્જાયો છે.  


આનંદનગર નજીક સર્જાયો અકસ્માત

તથ્ય પટેલ વાળો અકસ્માત દરેકને યાદ હશે. 10 નિર્દોષ લોકોને તથ્ય પટેલે અડફેટે લીધા હતા અને અકસ્માતમાં ભોગ બનેલા 10 લોકોના મોત થઈ ગયા હતા. રાજ્યમાં જાણે અકસ્માતની વણઝાર હોય તેવું લાગી રહ્યું છે. તથ્ય જેવો અકસ્માત ફરી એક વખત અમદાવાદમાં જોવા મળ્યો છે. આનંદનગર રોડ નજીક સર્જાયેલા અકસ્માત અંગેની વાત કરીએ તો એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી તેમજ બે રિક્ષાને પોતાની અડફેટમાં લીધી હતી. મહત્વનું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે નથી આવ્યા. પરંતુ મહત્વનું છે કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. 


ગઈકાલે અકસ્માતને કારણે થયા હતા અનેક લોકોના મોત 

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોના મોત આ અકસ્માતોને કારણે થતાં હોય છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માત એટલે કે તથ્યકાંડ બાદ અનેક અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગઈકાલે જ બે અકસ્માતો થયા હતા જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. એક અકસ્માત બનસકાંઠામાં થયો હતો જ્યારે બીજો અકસ્માત ભરૂચ નજીક થયો હતો. પહેલા અકસ્માતમાં  દાદા અને પૌત્રનું મૃત્યુ ઘટના સ્થળ પર થયું હતું જ્યારે બીજા અકસ્માતમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બે ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ગાડીમાં સવાર લોકોના મોત થઈ ગયા હતા.


નિર્દોષ વ્યક્તિઓએ બનવું પડતું હોય છે અકસ્માતનો ભોગ 

મહત્વનું છે કે અકસ્માતને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા હશે. અનેક હસતા રમતા પરિવાર વિખેરાયા હશે. કોઈ વખત બીજા દ્વારા કરવામાં આવતી ભૂલની સજા કોઈ બીજા વ્યક્તિને ચૂકવવી પડતી હોય છે. સોશિયલ મીડિયા પર રોલો પાડવા માટે લોકો સ્ટંટ કરતા હોય છે. ત્યારે સ્ટંટ કરતા લોકોને કારણે કોઈ વખત અકસ્માત સર્જાય છે અને ભોગ સામાન્ય વ્યક્તિ બને છે. ઝડપની મજા બીજા માટે મોતની સજા સાબિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.