આરોપીએ પોલીસને દોડતી કરી, પાટણમાં હોસ્પિટલમાંથી કેદી ફરાર થયો


  • Published By :
  • Published Date : 2023-10-17 14:06:36

પાટણમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ ગયો છે. પાટણ પોલીસ દ્વારા કાચા કામના કેદીને સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં આ આરોપીએ પોલીસને ચકમો આપી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે.

પાટણની ધારપુર હોસ્પિટલમાં કેદીઓ ફરાર થવાના અને આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો અનુસાર પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલા રાકેશ ઠકકર નામના કેદીને પોલીસ દ્વારા સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના વોર્ડમાંથી આ આરોપી ફરાર થઈ ગયો છે. જોકે આ આરોપીને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું છે અને રાકેશ ઠકકરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ જાણવા મળી રહ્યું છે કે પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો બનાવી નાકાબંધી સહિતની કાર્યવાહી શરૂ કરી છે.


અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે

ચાર મહિના આવ્યા પણ આવી ઘટના બની હતી. જેમાં સારવાર અર્થે લાવેલો આરોપી ફરાર થઈ ગયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા. ચાર મહિના પહેલા પાટણ સુનજનીપુર જેલમાં રખાયેલ 4 કેદીઓને પાટણ ધારપુર હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ માટે લાવવામાં આવેલ દરમ્યાન એક કેદી ઘંટી સિંહ નામનો કેદી પોલીસની નજર ચૂકવી નાસી ગયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે