આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ મેડલને લઈ કરી મોટી જાહેરાત, હવે જંતર-મંતર પર નહીં પરંતુ આ જગ્યાએ કરશે ધરણા?


  • Published By :
  • Published Date : 2023-05-30 13:53:04

દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા.  WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ પહેલવાનો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો જતા રહ્યા હતા. આંદોલન વચ્ચે કુસ્તીબાજોએ એક મહત્વની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર કુસ્તીબાજોએ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમે આ મેડલ ગંગામાં વહાવી દઈશું. ઉપરાંત આમરણ અનશનની પણ વાત કરવામાં આવી હતી.  સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


ઈન્ડિયા ગેટ ખાતે કુસ્તીબાજો કરશે આમરણ અનશન!

બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા દિવસોથી જંતરમંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. યૌન શોષણના આરોપો કુસ્તીબાજો લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રવિવારે કુસ્તીબાજોએ માર્ચનું આયોજન કર્યું હતું પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી પહેલવાનો નીકળી ગયા હતા. આંદોલન વચ્ચે મેડલને લઈ પહેલવાનોએ જાહેરાત કરી કે સાંજે 6 વાગે પોતાના મેડલ ગંગામાં વહાવી દેશે. તે સિવાય સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ઈંડિયા ગેટ પર આમરણ અનશન કરશે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે