રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ, 12 જાન્યુઆરી બાદ આવશે હવામાનમાં બદલાવ


  • Published By :
  • Published Date : 2023-01-07 08:49:59

સમગ્ર રાજ્યમાં તેમજ દેશમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તેમજ શહેરોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ભારે પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થતો હતો. પરંતુ કાલથી પવન ઓછો વહી રહ્યો છે અને ઠંડીમાં પણ રાહત અનુભવાઈ રહી છે. પરંતુ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ 15 જાન્યુઆરી આસપાસ અનુભવાશે. 


હાલ ઓછી ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ 

ઉત્તરભારતમાં સતત ઠંડી વધી રહી છે. ઠંડા પવનને કારણે તાપમાન ગગડી રહ્યું છે.  ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડી વધતા ગુજરાતમાં પણ શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી ભારે પવન વહી રહ્યો છે તેમજ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીથી રાહત મળી શકે છે. ઠંડીનો ચમકારો ઓછો થઈ શકે છે.


ઉત્તરાયણ સમયે મળશે પવનનો સાથ  

દિલ્હી, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી હવા ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. થોડા દિવસો માટે ઠંડીથી રાહત મળવાની સંભાવના છે પરંતુ ઉત્તરાયણ સમયે ફરી એક વખત કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. 14 જાન્યુઆરીએ ઠંડો પવન ફૂંકાશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ઠંડીની સાથે સાથે રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ રહેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે