આગથી બસનું ભડથું થઈ ગયું , રાજકોટની સિટી બસમાં લાગી આગ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 17:13:14

રાજકોટ શહેરના મવડીથી કણકોટ જતી સિટિ બસમાં આગ લાગવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઘટના બાદ બસના કર્મચારીએ પાણી નાખી આગ બુજાવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ તો ના ઓલવાઈ પણ આગ વધુ વિકરાળ સ્વરૂપ લીધો હતો. હાલ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહયો છે.

 

વિડિયોમાં કઈ ઘટના છે ?

વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બસમાં આગ વિકરાળ બની છે અને આખી બસ સળગી ઉઠી છે સમયે સિટી બસના કર્મચારી દ્વારા પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. ત્યારે બસમાં આગ લાગવાને પગલે લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

 

આગથી બસનું ભડથું થઈ ગયું !!!!

આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે બસનું માઇન્ટેનએન્સ કરવામાં આવતું નથી કદાચ તેના કારણે આવી ઘટના બનતી હોય છે. અને આવી ઘટનાઓ ન બને તેના માટે ધ્યાન રાખવું જરૂરી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે