બિપોરજોય વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક! તંત્રની તૈયારીઓ અંગે મેળવી જાણકારી!


  • Published By :
  • Published Date : 2023-06-14 12:36:05

ગુજરાત તરફ બિપોરજોય વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાને લઈ મુખ્યમંત્રીએ હાઈલેવલની મિટીંગ બોલાવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે બેઠક બોલાવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વાવાઝોડાને લઈ તંત્રની શું તૈયારી છે તે અંગેની પણ સમીક્ષા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે ગઈકાલે પણ સીએમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. મહત્વનું છે કે દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો કોઈ જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

 

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક!

બિપોરજોય તેજગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે ગતિથી વાવાઝોડું આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાત પર ખતરો પણ વધી રહ્યો છે. તેજ પવન અનેક જિલ્લાઓમાં વહી રહ્યો છે તેમજ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે વાવાઝોડાની તીવ્રતા જોઈ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.પોતાના વિસ્તારમાં મંત્રીઓ પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. 


NDRF તેમજ SDRFની ટીમને કરાઈ છે તૈનાત!

ગુજરાત પર તોળાઈ રહેલા સંકટને નિપટવા માટે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તેમજ આર્મીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક જગ્યાઓ પર તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. વધતી ગભીર પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મહત્વનું છે NDRFની 15 તથા SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.  વાવાઝોડું આવે તે પહેલા અગમચેતીના ભાગરૂપે હોર્ડિંગને ઉતારી દેવામાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8 હજાર કરોડ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે