જોશીમઠની પરિસ્થિતિને લઈ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-13 11:28:19

ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે.  ભૂસ્ખલન થવાને કારણે લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. જોશીમઠની પરિસ્થિતિને લઈ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 


કેન્દ્રની ટીમે પણ લીધી સ્થળની મુલાકાત 

જોશીમઠમાં જમીન ધસી રહી છે. જેને કારણે લોકોને ઘર ખાલી કરવા પડી રહ્યા છે. ત્યાં રહેતા લોકોને સ્થાળાંતર કરવામાં આવી રહ્યા છે. જોશીમઠની પરિસ્થિતિ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રીની તેમજ કેન્દ્ર સરકારની નજર રહેલી છે. ઘરમાં તિરાડો પડવાને કારણે ઠંડીમાં પણ લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. કેન્દ્રની ટીમે પણ જોશીમઠની મુલાકાત લીધી હતી. 


મુખ્યમંત્રીએ બોલાવી કેબિનેટ બેઠક 

જોશીમઠમાં પ્રભાવિત થયેલા લોકો માટે ઉત્તરાખંડ સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે. જોશીમઠને લઈ ભવિષ્યમાં કઈ યોજના બનાવી ઉપરાંત જોશીમઠને ફરી વિકસીત કરવું તે અંગે ચર્ચા કરવામાં માટે કેબિનેટ બેઠક બોલાવી છે. રાહત પેકેજ પણ સરકાર જાહેર કરી શકે છે. નવું જોશીમઠ ક્યાં વસાવું તે અંગે પણ તંત્ર સ્થળ શોધી રહ્યું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે