રિક્ષાવાળા બાદ સફાઈકર્મીએ કેજરીવાલને આપ્યું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 19:44:28



દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજ્યો હતો. સફાઈ કામદારો સાથે ટાઉનહોલ કરવા દરમિયાન એક સફાઈ કર્મચારીને અરવિંદ કેજરીવાલે પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. 


કેજરીવાલના ઘરે જવા કાલે રવાના થશે સફાઈકર્મી

આવતીકાલે હર્ષ નામના સફાઈ કર્મચારીનો પૂરો પરિવાર દિલ્લી જવા રવાના થશે. સફાઈ કર્મચારીના પૂરા પરિવારના આવવા જવાનો ખર્ચ અરવિંદ કેજરીવાલ ઉઠાવશે. હર્ષનો પરિવાર દિલ્લીમાં પંજાબ ભવનમાં રહેશે. 


પહેલા સફાઈકર્મચારીએ આપ્યું હતું આમંત્રણ 

અગાઉ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે હતા ત્યારે રિક્ષાવાળાએ અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. બાદમાં અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. હવે સફાઈ કર્મચારીએ અરવિંદ કેજરીવાલને પોતાને ત્યાં જમવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે અરવિંદ કેજરીવાલે તેને કહ્યું હતું કે, પહેલા તમે આવો પછી હું તમારે ત્યાં જમવા માટે આવીશ. 


મધ્ય વર્ગને આકર્ષવા માગે છે અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પણ મોબાઈલ રીપેર કરવાવાળાએ જમવા માટે આમંત્રણ આપ્યું હતું અને અરવિંદ કેજરીવાલ ભગવંત માન સાથે મોબાઈલ રીપેર કરવાવાળાને ત્યાં જમવા માટે ગયા હતા. મોબાઈલવાળો સામાન્ય ઘરનો માણસ હતો આથી આમ આદમી પાર્ટી પંજાબના મધ્ય વર્ગના લોકોને આકર્ષવામાં સફળ રહી હતી. ગુજરાતમાં પણ અગાઉની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા અને હવે સફાઈકર્મચારીને ત્યાં જમવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. આથી કહી શકાય કે અરવિંદ કેજરીવાલ આવું કરીને મધ્યમ વર્ગના લોકોને આકર્ષી રહ્યા છે.  

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે