TATની પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત!નવી શિક્ષણનીતિ પ્રમાણે આ તારીખે લેવાશે પરીક્ષા!


  • Published By :
  • Published Date : 2023-05-02 16:27:08

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી ત્યારે હવે ટેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નવી શિક્ષણ મુજબ આ પરીક્ષા લેવામાં આવવાની છે. TAT પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શક્શે. ચાર જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે જ્યારે 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.  



નવી શિક્ષણ પદ્ધતિ મુજબ લેવાશે પરીક્ષા!

શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે હવે TATની પરીક્ષા બે વખત લેવામાં આવશે. પહેલાં પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે. આ માટે શિક્ષણ વિભાગે ઠરાવ પસાર પણ કરી દીધો છે. હવેથી નવી શિક્ષણ નીતિ મુજબ બે પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રિલિમનરી પરીક્ષા બહુવિકલ્પ હશે જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.


શિક્ષકોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કરાયા ફેરફાર!

થોડા દિવસ પેહલા જ સમાચાર આવ્યા હતા કે  શિક્ષણ વિભાગ દ્વારા TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને નવી પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે. 


ઘણા વર્ષો બાદ યોજાઈ હતી ટેટ-2ની પરીક્ષા!

મહત્વનું છે કે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ ટેટની પરીક્ષા યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટેટની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.