પૂર્વોત્તર રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી


  • Published By :
  • Published Date : 2023-01-08 12:56:56

2023માં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેંડમાં આ વર્ષે ચૂંટણી યોજાવાવી છે જેને લઈ ચૂંટણી પંચ આ રાજ્યોની મુલાકાત લેવાની છે. રાજીવ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી પંચની ટીમ રાજ્યોની મુલાકાત લેશે. અને રાજ્યોની મુલાકાત લીધા બાદ દિલ્હી ખાતે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ટીમ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યોની મુલાકાત લેશે. 


આ રાજ્યોમાં યોજાવાની છે ચૂંટણી 

મળતી માહિતી અનુસાર ત્રિપુરાની મુલાકાત ચૂંટણી પંચની ટીમ 11 જાન્યુઆરીએ લેશે જેમાં અનૂપ ચંદ્ર પાંડે, અરૂણ ગોયલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ રાજ્યની મુલાકાત લેશે. ત્રિપુરા બાદ ટીમ નાગાલેન્ડ અને મેઘાલયની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ટીમ વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની તપાસ કરશે. ઉપરાંત  રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ રીતે ચૂંટણી સંપન્ન થાય તે અંગે તપાસ કરશે. 


સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવશે તારીખની જાહેરાત 

ત્રણેય રાજ્યોની મુલાકાત લીધા બાદ ટીમ જ્યારે દિલ્હી પહોંચશે તે બાદ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી સમયે શાંતિ જાળવવા માટે અર્ધ સૈન્ય બળને પણ તૈનાત કરી દેવામાં આવશે. તમામ સર્વે તેમજ તપાસ કર્યા બાદ ત્રણેય રાજ્યો માટે વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે