રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈ ચૂંટણી પંચે કરી રાજકીય પક્ષો સાથે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-16 15:30:20

આગામી સમયમાં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી દૂર હોવાને કારણે પોતાના અધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદાતા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાનું વિચારી રહી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોના અધ્યક્ષ અને મહાસચિવો સાથે બેઠક કરી હતી અને આ મશીનનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો.

  ચૂંટણી પંચે રાજકીય પક્ષો સમક્ષ રજૂ કર્યું પ્રોટોટાઈપ

ભારતમાં મતદાનને લોકશાહીનો પર્વ માનવામાં આવે છે. પરંતુ અનેક મતદારો પોતાના મતદાન ક્ષેત્રથી બહાર હોવાને કારણે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્તા. ત્યારે બહાર રહેતા મતદારો વોટિંગ કરી શકે તે માટે ચૂંટણી પંચ નવી સીસ્ટમ લાવવા જઈ રહ્યું છે. રિમોર્ટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગથી મતદાર કોઈ પણ સ્થળેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક મતદારો મતદાનનો ઉપયોગ નથી કરી શક્તા તે કારણોસર વોટિંગ પણ ઓછું થાય છે. ત્યારે આ સીસ્ટમનો ઉપયોગ કરવાથી મતદાનના ટકા વધે તેવી આશા ચૂંટણી પંચ રાખી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે