એક તરફી પ્રેમમાં પાગલ શિક્ષકનું પરાક્રમ, શિક્ષિકાને બદનામ કરવા ભુલકાઓને કામે લગાવી દીધા


  • Published By :
  • Published Date : 2023-09-23 18:20:58

આમ તો શાળા એ સરસ્વતીનું ધામ કહેવાય છે અને શિક્ષક ભગવાન સમાન હોય એ અત્યાર સધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ આ સરસ્વતીના ધામને કેટલાક હેવાનો લાંછન લગાવવા બેઠા છે ગાંધીનગરના માણસાની શાળામાં શિક્ષકે એક એવી કરતૂત કરી છે કે માનવામાં ન આવે..

વાત જાણે એમ છે કે એક શિક્ષક શિક્ષિકાના એકતરફી પ્રેમમાં પાગલ થઇ ગયો અને હદ વટાવી નાખી...આ શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે શિક્ષિકાને બદનામ કરવા શાળાની આજુબાજુમાં શિક્ષિકા વિષે બિભસ્ત લખાણ વાળા પોસ્ટર લગાવી દીધા 

માણસાની એક વિદ્યાલયના લંપટ અશોક પ્રજાપતિ નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષિકાને હેરાન કરી તેને પ્રપોઝ કરતો હતો પરંતુ શિક્ષિકા આ લંપટનો ઈરાદો સમજી ગઈ હતી અને પ્રપોઝનો ઇન્કાર કરી દીધો હતો જેને લઇ આ શિક્ષક બોખલાઈ ગયો હતો અને શિક્ષિકાને બદનામ કરવાનો કારસો રચ્યો અને શિક્ષિકાના વિષે બિભસ્ત લખાણો લખી પત્રિકાઓ છપાવી હતી પત્રિકામાં શિક્ષિકાનું નામ અને અન્ય સહ પુરુષના નામ જોડી શાળાની પરબ, શાળાની બહારની દીવાલો પર લગાવી હતી 


વિદ્યાર્થીઓને ધમકાવી પોસ્ટરો લગાવડાવ્યા 

અંગ્રેજી વિષયનો અશોક નામનો શિક્ષક એક તરફી પ્રેમમાં એટલી હદે પહોંચી ગયો કે તેણે ભુલકાઓને પણ ન છોડ્યા શાળાના વિદ્યાર્થીઓને નપાસ કરવાની ધમકી આપીને વિદ્યાર્થીઓ પાસે પત્રિકાઓ વહેંચાવડાવી હતી..પત્રિકાઓ જોઈ ચોંકી ગયેલી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પુછપરછ કરી હતી કે આ પત્રિકાઓ કોણે આપી તો ભાંડો ફૂટ્યો હતો કે અશોક વિદ્યાર્થીઓને ધમકાવી ડરાવી આ પત્રિકાઓ વહેંચવાનું કહ્યં હતું 


શિક્ષિકાએ કંટાળીને હિંમત બતાવી 

છેલ્લા ઘણા વર્ષોથી અંગ્રેજી વિષય ભણાવતો શિક્ષક આ શિક્ષિકાને હેરાન પરેશાન કરતો હતો પંરતુ શિક્ષિકા દ્વારા આ બાબતને જતું કરતી હતી પરંતુ આ પોસ્ટર જોયા બાદ શિક્ષિકા હતાશ થઈ ગઈ હતી જોકે ત્યારબાદ આ શિક્ષિકાએ હિંમત બતાવી અને પોલીસ પાસે પહોંચી હતી માણસા પોલીસે આ બાબતને ગંભીરતાએ લઈને આરોપીની ધરપકડ કરી લીધી અને જેલ હવાલે કરી દીધો હતો 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.