ફેબ્રુઆરી મહિનામાં જ થઈ રહ્યો છે ઉનાળાનો અહેસાસ, આ વર્ષે ભૂજમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2023-02-18 13:04:26

આ વખતે શિયાળામાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાને કારણે આપણે ત્યાં તાપમાનનો પારો સતત ગગડતો હતો. ત્યારે એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું હતું કે જેમ ઠંડીએ અનેક વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે તેમ ગરમી પણ આ વર્ષે રેકોર્ડ તોડશે. વાત સાચી પણ પડતી લાગી રહી છે. ફેબ્રુઆરીમાં રાજ્યના અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી ગયું છે. 


તાપમાન પહોંચ્યું 30 ડિગ્રીને પાર 

આ વર્ષે હાડ થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થયો હતો. અનેક વર્ષોનો રેકોર્ડ આ વખતે તૂટ્યો છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. ગુરૂવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી નોંધાયું હતું. ફેબ્રુઆરી મહિનામાં આવો તાપ અનેક વર્ષો બાદ પડી રહ્યો છે. ફેબ્રુઆરીની બપોર જાણે ઉનાળાના મહિનાની બપોર હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. કચ્છ ભૂજમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે. જો ફેબ્રુઆરીમાં આ હાલ છે તો ઉનાળાના મહિના શું હાલત થશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે